નાણાં વર્ષ 2019-20ના પહેલા છ માસિકમાં રૂની 80 ટકા આવક થઈ

નાણાં વર્ષ 2019-20ના પહેલા છ માસિકમાં રૂની  80 ટકા આવક થઈ
રૂના વાર્ષિક સરવૈયાને યથાવત રખાયું 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ , તા. 6 એપ્રિલ
કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ)એ સીઝન 2019 - 20ના ઓક્ટોબરથી સપ્ટેમ્બરના ગાળા માટે રૂના પાક પાણીના સરવૈયામાં કોઈ ફેરફાર ન કરતા સતત પાંચમા મહિને જાળવી  છે. 
સીએઆઈના અંદાજ મુજબ આ ગાળામાં 283 લાખ ગાંસડીની આવકો થઈ છે જે ગયા વર્ષે સમાન ગાળામાં 256 લાખ ગાંસડી હતી. 
એસોસિએશનના પ્રમુખ અતુલ ગણાત્રાએ કહ્યું કે કોરોના વાયરસના ઉપદ્રવના કારણે રૂની  આવકો ઉપર થયેલી અસર અને તેના આધારે તૈયાર થનારા સરવૈયા વિશે આવતા મહિને મળનારી ક્રોપ કમિટીની બેઠક્માં સવિસ્તર ચર્ચા થશે. અત્યારે વર્ષ 2019-20ની બેલેન્સ યથાવત જાળવી રાખી છે. 
2019 - 20ની મોસમ માટે સીઆઈએ દ્વારા રૂના ઉત્પાદનનો અંદાજ 354.50 લાખ ગાંસડીનો રાખ્યો છે જે ગયા વર્ષની મોસમમાં 712 લાખ ગાંસડી હતો. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer