રવિવારના બ્લેકઆઉટથી વીજળીના ટ્રાડિંગ દર પ્રતિ યુનિટ ઘટીને 69 પૈસા થયા

રવિવારના બ્લેકઆઉટથી વીજળીના ટ્રાડિંગ દર પ્રતિ યુનિટ ઘટીને 69 પૈસા થયા
નવી  દિલ્હી, તા.6 : પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુસરીને રવિવારે રાત્રે 9 વાગે નવ મિનિટ માટે સમગ્ર દેશના નાગરિકોએ પોતાના ઘરોની લાઈટ બંધ રાખતાં વીજળીના ટ્રાડિંગ દર ઘટીને પ્રતિ યુનિટ રૂ.0.69 થયો હતો.  
ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (આઇઇએક્સ) દ્વારા એકત્ર કરાયેલી માહિતી અનુસાર 5મી એપ્રિલ માટે રાતે 9થી 9.15 ના સમયગાળા માટે થયેલા વીજળીના ટ્રાડિંગ માટેનો પ્રતિ યુનિટ દર ઘટીને રૂ.0.69 થયો હતો. 
બ્લેકઆઉટના આગલા દિવસે, શનિવારે આજ સમયગાળા માટે પ્રતિ યુનિટ વીજળીનો ટ્રાડિંગ દર રૂ.2.90 બોલાયો હતો.  
વીજળીના ટ્રાડિંગમાં એક દિવસમાં 15 મિનિટ માટેના 96 ટ્રાડિંગ બ્લોક નિર્ધારિત કરવામાં આવે છે. વડા પ્રધાનની હાકલના પગલે રવિવારે રાતે નવ મીન8તના બ્લેક આઉટના કારણે ભારતની પાવર ગ્રીડમાં 13 ગીગા વોટ જેટલો લોડ ઘટ્યો હતો. 
વીજ ખરીદી માટે ઓલટાઈમ હાઈ અને ઓલ ટાઇલ લો અનુક્રમે રૂ.18.20 અને 0.50 પૈસા રહ્યો છે.   ભારતમાં પ્રતિ દિન અંદાજે 1200 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે. તેમાં ઔદ્યોગિક ક્ષેત્રને 41.16 ટકા, કૃષિ ક્ષેત્ર માટે 17.69 ટકા જ્યારે કમર્શિયલ ઉપયોગ માટે 8.24 ટકા હિસ્સો છે.  
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer