હોમ એપ્લાયન્સિસ અને રાઉટર્સનો સમાવેશ જીવનાવશ્યક ચીજોમાં કરવા રિટેલર્સની માગણી

હોમ એપ્લાયન્સિસ અને રાઉટર્સનો સમાવેશ જીવનાવશ્યક ચીજોમાં કરવા રિટેલર્સની માગણી
બેગલુરું, તા. 6 એપ્રિલ  
વર્તમાન લોકડાઉનના સમયમાં નાગરિકો માટે જરૂરી હોમ એપ્લાયનસીસ અને રાઉટર્સનો સમાવેશ જીવનાવશ્યક ચીજોમાં કરવાની માગણી મોટા રિટેલરોએ કરી છે. 
ફ્લિપકાર્ટ, એમેઝોન અને અન્ય કંપનીઓએ સરકારને વિનંતી કરી છે કે રાંધવાના સાધનો, નાના હોમ એપ્લાયનસીસ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય વસ્તુઓનો સમાવેશ જીવનાવશ્યક ચીજોની યાદીમાં કરવામાં આવે.  
ગૃહ મંત્રાલયે માત્ર જીવનાવશ્યક ચીજોની જ નહીં પરંતુ અન્ય તમામ ચીજોના વહનની પરવાનગી આપી હોવાથી તેનો પુરવઠો ગ્રાહકો સુધી કરવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં એવી રજૂઆત આ કંપનીઓએ કરી છે. 
અનાજ અને દવા ઉપરાંત રાઉટર્સ અને ચાર્જર્સનો સમાવેશ વર્ક ફ્રોમ હોમ માટે જરૂરી ચીજો હોવાથી તેનું વેચાણ કરવાની પરવાનગી ઇ કોમર્સ કંપનીઓએ કરી છે. 
આ અગાઉ ગૃહ મંત્રાલયે તેમની જીવનાવશ્યક ચીજો ની યાદીમાં સુધારણા કરી તેમાં હેન્ડવોશ, સાબુ, સરફેસ ક્લિનર, સેનેટરી પેડ્સ, ચાર્જર્સ અને અન્ય ચીજો સામેલ કરી હતી.  
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer