મહારાષ્ટ્રમાં કોરોના 868 કેસ, મૃત્યુ પામનારાઓની સંખ્યા 49

મુંબઈ, તા. 6: મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 868 જણા કોરોના વાઈરસના સંસર્ગમાં આવ્યા છે તેના કારણે મૃત્યુ પામનારા 49 જણામાં 20 વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. કોરોના વાઈરસના સંસર્ગમાં આવનારાઓમાં 30થી 40 વર્ષની વયજૂથના 128 લોકો છે અને તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. 41થી 50 વર્ષની વયજૂથના 133 જણાંને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમાંથી પાંચ જણાંના મરણ નીપજ્યા છે. 51થી 60 વર્ષની વયજૂથના 88 જણાને કોરોના થયો છે અને તેમાંથી પાંચ જણા મૃત્યુ થયા છે. 61થી 70 વર્ષની વયજૂથના 73 જણાંને કોરોના થયો છે અને સહુથી વધારે એટલે કે 14 જણાંના મરણ થયા છે. 71થી 80 વર્ષની વયજૂથના 73 જણાને કોરોના થયો છે. તેમાંથી ચાર જણાંના મરણ નીપજ્યા છે. 81થી 90 વર્ષની વયજૂથના નવ જણાંને કોરોના થયો છે. તેમાંથી બે જણાં કાળનો કોળિયો થઈ ગયા છે. આ માહિતી મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાએ આપી છે. 
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 120 દરદીઓનો વધારો થયો હતો.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer