છૂપાયેલા તબલિગીઓને બહાર આવવાની અપીલ

મુંબઇ, તા. 6 : દિલ્હીમાં તબલિગી જમાતની ધર્મસભામાં હાજરી આપીને આવેલા લોકોને મુંબઈ પોલીસ કે મુંબઈ મહાનગર પાલિકાનો સંપર્ક સાધવાની અપીલ કરવામાં આવી. જે તબલિગી જાણ કરવામાં નિષ્ફળ જશે તેમની સામે આકરા પગલા લેવાશે. 
મુંબઈ પોલીસ અને પાલિકાએ બન્નેએ આ અપીલ સોમનારે બહાર પાડી હતી. એમા ઈમેલ એટ્રેસ અને ફોન નંબર પણ આપવામાં આવ્યો છે અને એવી પણ ચેતવણી અપાઈ છે કે જે તબલિગીઓ જાણ કરવામાં નિષ્ફળ જશે તેમની સામે ઈન્ડિયન પિનલ કોડ, એપેડેમિક એક્ટ અને ડિઝેસ્ટર મેનેજમેન્ટ એક્ટ હોઠળ આકરી કાર્યવાહી કરાશે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer