કોરોના વાયરસની ટેસ્ટિગમાં આવશે ઝડપ

સરકારી લેબોરેટરીઝ રોજ કરશે 20000 ટેસ્ટ 
મુંબઈ,તા.6:કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાઈરસની ટેસ્ટિગની સંખ્યામાં દર ત્રણ દિવસમાં બમણો વધારો કરવામાં આવી રહ્યો છે.સરકારી લેબોરેટરીઓમાં હવે નવી મંજૂર થયેલી રેપીડ એન્ટી બોડી ટેસ્ટ પણ કરવામાં આવશે. 
ઈન્ડિયન કાઉન્સીલ અૉફ મેડીકલ રીસર્ચ(આઈસીએમઆર) હેઠળની લરકારી લેબોરેટરીઓ હાલ એક દિવસમાં 10000  સેમ્પલનું ટેસ્ટીંગ કરે છે,આગામી ત્રણ દિવસમાં આ સંખ્યા વધીને પ્રતિદિન 20000 સુધી પહોંચશે અને એ પછીના કેટલાક સપ્તાહમાં વધુ વધશે. 
આ ઉપરાંત ટીબીની ટેસ્ટીંગમાં વપરાતા 250 ટ્રુ નેટ મશીનો અને 200 સીબી નેટ મશીનો પણ કોવીદ-19 ના શંકાસ્પદ કેસોનું ટેસ્ટીંગ કરશે, એમ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું. 
આઈસીએમઆરના જણાવ્યા મુજબ રવિવારે રાતે 9 વાગ્યા સુધી 89534 સેમ્પલનું ટેસ્ટીંગ થયું હતું.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer