કચ્છી આરતી ગ્રુપ દ્વારા વડા પ્રધાન ફંડમાં દસ કરોડના દાનની જાહેરાત

કચ્છી આરતી ગ્રુપ દ્વારા વડા પ્રધાન ફંડમાં દસ કરોડના દાનની જાહેરાત
સ્થાપક ચેરમેન ચંદ્રકાંતભાઇ ગોગરીની કંપની ગુજરાત અને મહારાષ્ટ્રને 25-25 લાખ આપશે
કનૈયાલાલ જોશી દ્વારા
મુંબઇ, તા. 6 : કોરોના વાયરસ સામેની લડાઇ લડવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રચેલા પી.એમ. કેયર્સ ફંડમાં આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝએ પ્રથમ તબક્કે રૂા. 10 કરોડ જાહેર કર્યા છે. આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ચેરમેન ચંદ્રકાંતભાઇ ગોગરી અને વર્તમાન ચેરમેન રાજેન્દ્ર ગોગરી છે. આ બન્ને ઉદ્યોગપતિ મૂળ કચ્છના છે.
બંને ચેરમેન અને બોર્ડ ઓફ ડાયરેકટરે આ નિર્ણય લીધો છે, આ સાથે મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભંડોળમાં રૂા. 25-25 લાખ આપવાની જાહેરાત કરાઇ છે. આ સિવાય આરતી ફાઉન્ડેશન વતી બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓના સથવારે રાહત સામગ્રીનું વિતરણ શરૂ કરી દેવાયું છે.
ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન ચંદ્રકાંતભાઇ ગોગરી પોતાના નિવૃત્તિકાળમાં પણ દેશ, સમાજ અને છેવાડાના માનવીની ચિંતા કરે છે. મરાઠાવાડ, મધ્યપ્રદેશ અને બિહારમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આદિવાસી પ્રજાના ઉત્કર્ષનાં કાર્યો કરે છે.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer