લોકડાઉનમાં વર્ચ્યુઅલ લગ્ન કર્યા મુંબઇના વરરાજા અને દિલ્હીની દુલ્હને

લોકડાઉનમાં વર્ચ્યુઅલ લગ્ન કર્યા મુંબઇના વરરાજા અને દિલ્હીની દુલ્હને
મુંબઇ,તા. 6: મર્ચન્ટ નેવી અધિકારી પ્રીત સિંહના લગ્ન દિલ્હીની નીત કૌર સાથે ચોથી એપ્રિલના નિર્ધારેલા હતા. પરંતુ લોકડાઉનને લીધે મુંબઇથી જાન લઇને દિલ્હી જવું અને વિધિ કરવો શકય નહોતું. પરંતુ છેલ્લા એક વર્ષથી પૈણુપૈણુ કરતા આ યુગલે પોતાના લગ્નની નિર્ધારિત તારીખ યથાવત રાખીને વર્ચ્યુઅલ લગ્ન કરી લીધા અને જીવનસાથી બની ગયા છે. આ લગ્નનમાં બંને પક્ષના વડીલો અને દુબઇ, કેનેડા તથા ઓસ્ટ્રેલિયામાં રહેતા મહેમાનો પણ વર્ચ્યુઅલી સામેલ થયા હતા. કન્યા તથા વરરાજા સહિત તમામ મહેમાનો લ્ગન નિમિત્તે તૈયાર કરવામાં આવેલા પોશાકમાં સજ્જ હતા તથા વિધિ થિ ગયા બાદ તેમણે ડાન્સ પણ કર્યો હતો. 
પ્રીતે જણાવ્યું હતું કે, અમે છેલ્લા છ મહિનાથઈ આ લગ્નની તૈયારી કરતા હતા. લોકડાઉનની જાહેરાત થઇ ત્યારે અમે ઉદાસ થઇ ગયા હતા. પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ હોય છે અને અમે તે ઉકેલ શોધી કાઢયો હતો. અમારા પરિવારો પણ અમારી વાત સાથે સંમત થયા હતા અને વિદેશી મહેમાનોને પણ અમે સામેલ કરી લીધા હતા. 
નોંધનયી છે કે આ યુગલ એક વર્ષ પહેલાં ઓનલાઇન મળ્યું હતું અને થોડા દિવસમાં જ તેમણે એકમેને પસંદ કરી લીધા હતા. છ મહિના અગાઉ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો જે તેમના પરિવારે વધાવી લીધો હતો. હવે વર્ચ્યુઅલી લગ્ન થિ ગયા છે એટલે જયારે લોકડાઉન પૂરું થશે ત્યારે નીત પિયરેથી વિદાય લઇને મુંબઇ આવશે.
પ્રીતે ઉમેર્યું હતું કે, લોકડાઉન પૂરો થયા બાદ પણ ધામધૂમથી લગ્ન કરવાની કે ઘણા લોકોને ભેગા થવાની છૂટ મળવી મુશ્કેલ હતી. આથી અને નિયત કરેલી તારીખે જ આગળ વધવાનો નિર્ણય લીધો હતો. મારી બેચલર પાર્ટી રદ્દ થઇ છે તથા હનીમૂન માટે શ્રીલંકા જવાનું પણ લંબાઇ ગયું છે. પરંતુ લગ્ન તો કરી જ લીધા જેથી અફસોસ ન થાય. સવારની 11.30 વાગ્યાનો સમય રાખ્યો હતો જેથી બધાને અનુકૂળ રહે.   
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer