`મહાભારત''માં બલરામની ભૂમિકા ભજવી ત્યારે ચાહકોના ઢગલાબંધ પત્રો આવતા : ચેતન હંસરાજ

`મહાભારત''માં બલરામની ભૂમિકા ભજવી ત્યારે ચાહકોના ઢગલાબંધ પત્રો આવતા : ચેતન હંસરાજ
અભિનેતા ચેતન હંસરાજ આજે તો ટીવી સિરિયલોનો જાણીતો અભિનેતા છે. પરંતુ તેણે 80ના દાયકાના અંતમાં પ્રસારિત થતી બી. આર ચોપરાની મહાભારતમાં કિશોર વયના બલરામની ભૂમિકા ભજવી હતી તે ઘણાને યાદ નહીં હોય. જો કે ,તાજેતરમાં આ સિરિયલનું પુન: પ્રસારણ પહેલાં દૂરદર્શન પર અને અત્યારે કલર્સ ચેનલ પર થઈ રહ્યું છે ત્યારે ચેતન બલરામની ભૂમિકા ભજવવા સમયના અનુભવોને યાદ કરે છે. તે સમયે મહાભારત એટલું લોકપ્રિય થયું હતું કે તેના તમામ કલાકારો સ્ટાર બની ગયા હતા અને લોકો તેમને રિયલ નામ નહીં પરંતુ તેમણે ભજવેલા પાત્રોના નામ પરથી ઓળખતા થયા હતા. 
ચેતને પોતાના ભૂતકાળમાં ડોકિયું કરતા જણાવ્યું હતું કે, મેં 14 વર્ષની વયે મહાભારતમાં બલરામની ભૂમિકા ભજવી હતી. ત્યારે બદું જાદુ જેવું લાગતું હતું. ચાહકો પત્રો લખીને પ્રશંસા કરતા હતા. તે વખતે હું સ્કૂલમાં ભણતો હતો. રોજેરોજ મને ઢગલાબંધ પત્રો મળતા હતા. તે સમયે ફેનમેલનો જવાબ ફોટોગ્રાફ પર ઓટોગ્રાફ કરીને મોકલવાનો રહેતો હતો.
મારા ચાહકો મને સ્ટેમ્પ લગાડેલું રિટર્ન કવર મોકલતા હતા અને તેમાં મારે મારા ફોટા પર સહી કરીને મોકલવાનો રહેતો હતો. મરા પપ્પા રોજ સવારે મને ફોટાની થોકડી આપતા જેના પર મારે સહી કરવાની રહેતી. એ ખૂબ જ સારો સમય હતો. આ શોની સાથે મારી અનેક સ્મૃતિ જોડાયેલી છે. 
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer