કલર્સની નવી બ્રાન્ડફિલ્મ `ઈન્સાન હુઆ અનલોક''માં વાસ્તિવક જીવનનું પ્રતાબિંબ

કલર્સની નવી બ્રાન્ડફિલ્મ `ઈન્સાન હુઆ અનલોક''માં વાસ્તિવક જીવનનું પ્રતાબિંબ
આપણે સૌ ભાગદોડભર્યા જીવનમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે જીવનનો ખરો આનંદ શું છે તેની આપણને ખબર જ હોતી નથી. પરંતુ કોરોનાની મહામારીએ આપણા જીવનને સ્થગિત કરી દીધું અને આપણને પોતાની તરફ નજર કરવાની તક મળી છે. કટોકટીના આ સમયે આપણને વધુ સંવેદનશીલ અને સહાનુભૂતિભર્યા બનાવ્યા છે. આ જ થીમ આધારિત એક ફિલ્મ ઈન્સાન હુઆ અનલોક કલર્સે બનાવી છે. અગાઉ કલર્સે સોશિયલ ડિસ્ટન્સિગ પર આધારિત જિતને દૂર ઉતને પાસ ફિલ્મ બનાવી હતી જે લોકપ્રિય થઈ હતી. 
ઈન્સાન હુઆ અનલોકમાં લૉકડાઉનના કપરા કાળમાં પણ આપણે કેવી શાંતિ અનુભવીએ છીએ તથા લોકોની સેવા કરવામાં આનંદ અનુભવીએ છીએ તે દર્શાવાયું છે. લોકો મોબાઈલફોનથી દૂર થઈને કુટુંબીજનો સાથે કઈ રીતે સમય પસાર કરે છે તે પણ ફિલ્મમાં છે. પોતાના બજેટની ચિંતા કર્યા વગર અન્યોને મદદ કરવા કેવા દોડી જઈએ છીએ તેનું સુંદર નિરુપણ કર્યું છે. ટૂંકમાં કહીએ તો આપણી સમક્ષ એક નવું જગત અને નવો માનવ આવ્યો છે અને તે જ કદાચ આ વાઈરસે આપણને આપેલી ઉત્તમ ભેટ હશે. 
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer