સા રે ગા મા પાના `એક દેશ એક રાગ કોન્સર્ટ''માં કોવિડ હીરો માટે સ્પેશિયલ ગીત

સા રે ગા મા પાના `એક દેશ એક રાગ કોન્સર્ટ''માં કોવિડ હીરો માટે સ્પેશિયલ ગીત
ઝી ટીવી પરથી પ્રસારિત થતાં સંગીતના રિયાલિટી શો સા રે ગા મા પાને પચ્ચીસ વર્ષ પૂરા થયા તેની ઉજવણી મે 23મી મેથી 25 કલાક લાંબી મ્યુઝિક મેરેથોન યોજાશે જે ઝી ટીવી 11 ચેનલના ફેસબુક પેજ પર જોવા મળશે. 25 વર્ષના સીમાચિહ્નને ધ્યાનમાં રાખીને 24 મેએ ભવ્ય કોન્સર્ટ એક દેશ એક રાગનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને તેમાં ઝીની 19 ચેનલના 10 રાષ્ટ્રીય ભાષાના સા રે ગા મા પાના પ્રસિધ્ધ ચહેરાઓ તેમના ઘરેથી ગીત ગાશે. આ ગાયકો સાથે લોકપ્રિય પાર્શ્વગાયકો પણ સૂર પુરાવશે. આ કાર્યક્રમનો સંચાલક ગાયક શાન હશે. 
કોરોના સામે પોતાના જીવનને જોખમમાં મૂકીને લડનારા યોદ્ધાઓની સેવાને સલામ કરવાના હેતુથી એક વિશેષ ગીત તૈયાર કરવામાં આવ્યું છે જે એક દેશ એક રાગમાં સૌથી પહેલાં પરફોર્મ કરવામાં આવશે. આ ગીતને હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ અને જાવેદ અલી સાથે ઝી નેટવર્ક ચેનલના હિન્દી, બંગાળી, તામિલ અને અન્ય પ્રાંતના જાણીતા કલાકારો તથા તેના સા રે ગા મા પાના ચહેરાઓ જોવા મળશે. ઝી મલયાલમમાંથી શ્વેતા મોહન અને મિથુન જયારાજ, ઝી તેલિગિમાંથી હેમા ચંદ્રા, ઝી તમિલમાંથી શ્રીનિવાસ અને રાજેશ ક્રિષ્ણન વગેરે હશે. 
આ કાર્યક્રમ 24મેએ સાંજના સાત વાગ્યાતી ઝી ટીવીની તમામ ચેનલો પર પ્રસારિત થશે.   
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer