`મેટ્રો પાર્ક''માં પાત્રો ક્વૉરેન્ટાઈનમાં કરે છે નીતનવા અખતરા

`મેટ્રો પાર્ક''માં પાત્રો ક્વૉરેન્ટાઈનમાં કરે છે નીતનવા અખતરા
ઈરોઝ નાઉની ઓરિજિનલ સિરિઝ મેટ્રો પાર્ક પ્રેક્ષકોમાં લોકપ્રિય થઈ હતી. ન્યૂ જર્સીમાં વસતા ગુજરાતી પરિવારના સભ્યોના જીવનની કથા કહેતી આ સિરિઝની હવે ક્વૉરન્ટાઈન એડિશન આવી છે. આમાં ત્રણથી પાંચ મિનિટના પાંચ એપિસોડ છે અને પાત્રો લૉકડાઉનમાં કેવા નવા અખતરા કરે છે તે જોવા મળશે. 23મેએ આ એપિસોડ રજૂ થશે. 
વર્ષોના વીતવા સાથે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઈ છે. આમાં પણ વિવિધ પ્રાંતના ભારતીયો પોતાની ખાસ પરંપરા અને માન્યતાઓને લીધે વેગળા તરી આવે છે. બસ, વિદેશમાં વસતાં ભારતીયોની આ જ બધી ખાસિયતો સિરિઝ મેટ્રો પાર્કમાં જોવા મળે છે. આમાં રણવીર શૂરી, પૂરબી જોશી ઓમી વૈદ્ય, વેગા ટેમોટીયા અને પિતોબાશ ત્રિપાઠી છે. આ સિરિઝની પહેલી સિઝનને કારણે ઈ-પૂજાની સંકલ્પના જાણીતી બની હતી. 
હવે મેટ્રો પાર્ક-ક્વૉરન્ટાઈન એડિશનમાં તમામ પાત્રો લૉકડાઉનમાં શું કરે છે તે દર્શાવ્યું છે. કટોકટીના આ સમયમાં કલ્પેશ અને તેની ગેન્ગ જીવન જીવવાની કઈ નવી રીત અપનાવે છે તથા શું કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે. દરેક કલાકારોએ પોતાના ઘરે રહીને પોતાના હિસ્સાનું શાટિંગ કર્યું છે. પાયલ ઓનલાઈન ડાન્સ કલાસ લે છે તો કલ્પેશ રસોઈ કરતા શીખે છે જેવા અખતરા જોવા મળશે. 
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer