ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ હવે ડિસેમ્બરમાં યોજાશે

ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ હવે ડિસેમ્બરમાં યોજાશે
નવી દિલ્હી, તા.22: કોવિડ-19ને લીધે સ્થગિત થયેલ ઓલિમ્પિક કવોલીફાઇંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ઇન્ડિયા ઓપન હવે 8 થી 13 ડિસેમ્બર સુધી અહીં યોજાશે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (બીડબ્લયૂએફ) દ્રારા આજે નવું કેલેન્ડર જાહેર કરાયું છે. ઇન્ડિયા ઓપન પહેલા 24 માર્ચથી દિલ્હીમાં યોજાવાની હતી, કોરોના મહામારીને લીધે સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે તે 8 ડિસેમ્બરથી યોજાશે. આ અગાઉ 11 થી 16 ઓગસ્ટ વચ્ચે હૈદરાબાદ ઓપન અને 17 થી 22 નવેમ્બર દરમિયાન સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રમાશે. 
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer