હાઈવે પર ચોખ્ખા રેસ્ટરૂમ મળતા નથી

મુંબઈ, તા.22 : લોકડાઉન દરમ્યાન ખાસ પરવાનગી લઈને લાંબી મુસાફરી કરનારા એવી ફરિયાદ કરે છે કે રોડ પરની હોટેલો બંધ હોવાથી અમને સ્વચ્છ રેસ્ટરૂમ મળતા નથી. સામાન્ય રીતે નેશનલ હાઈ-વેમાં સારી સુવિધા ધરાવતી રેસ્ટોરાં-હોટેલો જોવા મળે છે, પરંતુ લોકડાઉને લીધે આ બંધ છે. આ ઉપક્રમો બંધ હોવાથી મુસાફરોને લાંબા રૂટમાં ચોખ્ખા રેસ્ટરૂમ કે ફૂડ મળતું નથી.  છેલ્લા બે મહિનાતી મુંબઈમાં અટવાઈ જનાર વડોદરાનાં 65 વર્ષના રહેવાસી ભાવના જોશીએ કહ્યું હતું કે અમને વડોદરા પહોંચતા સાત કલાક લાગ્યા અને આ દરમ્યાન અમને ફક્ત એક રેસ્ટરૂમ મળ્યો. હાઈ-વે પર ઓછા વાહનો હતા, પરંતુ અમને કોઈ રેસ્ટોરાં ખુલ્લી મળી નહીં. અમને ચાર કલાકની મુસાફરી બાદ પોલીસ ચેક પોઈન્ટ નજીક એક રેસ્ટરૂમ મળ્યો. 
ગુજારતમાં ટ્રાવેલ પાસ માટે એટલા બંધન નથી, પરંતુ કર્ણાટકમાં રૂટમાં કોઈ વાહનો દાડતા નથી. અને આથી હાઈ-વે પર કોઈ હોટેલ બંધ હોય છે. ગયા વીકએન્ડમાં 55 વર્ષના સંજય મહેતા બેંગલોરમાં ભણતા તેમના બે સંતાનોને લેવા રોડ માર્ગે કર્ણાટક ગયા હતા. આ સંતાનો બે મહિનથી અટવાઈ ગયા હતા. તેઓ કહે છે કે અમે 550 કિલોમીટરની મુસાફરી કરી, પરંતુ અમને ઉપયોગમાં લઈ શકાય એવા રેસ્ટરૂમ મળ્યા નહી. હોટેલ ખુલ્લી ન હોવાથી તેમને તેમની કાર પેટ્રોલ પંપ આગળ પાર્ક કરવી પડી હતી. ગયા અઠવાડિયે ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે અમે આવશ્યક સેવાઓ અને તાકીદે જવું પડે એવા લોકો માટે સાડાત્રણ લાખ ઈ-પાસ આપ્યા છે. 
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer