મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ : પ્રીમ કોર્ટની કેન્દ્ર અને પક્ષકારોને નોટિસ

પૂણે, તા. 22 : પૂણેનાં રહેવાસી ફરહા અનવર હુસેન શેખએ દેશ ભરની મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓને પ્રવેશ મળે એ માટે કાનૂની લડત શરૂ કરી છે.  મુસ્લિમ મહિલાઓને મસ્જિદમા પ્રવેશ આપવા આદેશ આપવાની દાદ ચાહતી ફરહાની અરજી પરથી બુધવારે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ વકફ બોર્ડ કાઉન્સીલ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ , જામિયત ઉલેમા એ હિન્દ અને દારૂલ ઉલૂમ દેવબંદ સહિત 10 પક્ષકારોને નોટીસો મોકલાવી છે.  
 ફરહાએ ગત ફેબ્રૂઆરીમાં સુપ્રિમમાં અરજી કરી હતી. પરંતુ કોરોના વાઈરસના પ્રકોપને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી.  
 ફરહાએ દલીલ કરી હતી કે સાઉદી અરેબીયા, કેનેડા અને કેરળમાં મસ્જિદોમાં મહિલાઓને પ્રવેશ અપાય છે, ઉપરાંત પવિત્ર કુરાન પણ મહિલા અને પુરૂષા વચ્ચે કોઈ ભેદ કરતું નથી.  આગામી સુનાવણી 6 જૂલાઈ પર રાખવામાં આવી છે જ્યારે કેન્દ્ર અને અન્ય પક્ષકારો તેમનો જવાબ નોંધાવે એવી વકી છે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer