સુરતમાં મળ્યા કોરોનાના 28 નવા દર્દી

સુરત તા. 22 : સુરત શહેરમાં શુક્રવારે કોરાનાનાં 26 અને જીલ્લામાં બે દર્દીઓ સાથે કુલ 28 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોનાનાં 1304 કેસ નોંધાયા છે. શુક્રવારે શહેરમાં વધુ 28 દર્દીઓને સાજા કરી રજા અપાઇ છે. તો બીજી તરફ શહેરમાં શુક્રવારે કોરોનાથી 1 એક દર્દીનું મોત નીપજતાં મોતનો આંક 58 થયા છે. અત્યાર સુધી સુરતમાં 880 દર્દીઓ કોરાના મુક્ત થયા છે. શહેરમાં કોરોનાનાં કુલ એક્ટીવ કેસનો આંક 424 છે. કોરાનાનાં સૌથી વધુ કેસ લિંબાયતમાં નોંધાયા છે. શુક્રવારે પણ લિંબાયત ઝોનમાંથી 9 કેસ નોંધાયા છે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer