રેલવે દ્વારા મહારાષ્ટ્રમાં પ્રવાસ કરી નહીં શકાય

મુંબઈ, તા. 22 : જે પ્રવાસીઓ ટ્રેન મારફતે પ્રવાસ કરવા ઈચ્છતા હોય તેઓને તે માટે પરવાનગી આપવામાં નહીં આવે એમ રેલવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં  આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે. જે પ્રવાસીઓએ મહારાષ્ટ્રના સ્ટેશનથી ટ્રેનમાં ચઢવાની અને રાજ્યમાં જ ઉતરવાની ટીકિટ કઢાવી હશે તેઓની ટીકિટનું રીફંડ કેન્સેલેશન ચાર્જ લીધા વિના પરત કરી દેવાશે. મહારાષ્ટ્ર સરકારે રેલવે તંત્રને ગુરુવારે જાણ કરી હતી કે રાજ્યમાં આંતરજિલ્લા પ્રવાસ ઉપર બંધી છે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer