મુંબઈમાં 11મી જૂનથી ચોમાસુ બેસી જશે

મુંબઈ, તા. 22 : મુંબઈમાં આવતી 11મી જૂનથી ચોમાસુ બેસી જશે. તે 18મી જૂન સુધીમાં આખા મહારાષ્ટ્રમાં પ્રસરી જશે એવી ધારણા છે. આ વર્ષે ચોમાસુ 96 ટકાથી 104 ટકા નોર્મલ હશે, એમ મહારાષ્ટ્ર સરકાર દ્વારા આગામી ખરીફ મોસમની સમીક્ષા માટેની બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે ગત ડિસેમ્બરમાં જાહેર થયેલી ખેડૂતોની લોન માફીની સ્કીમની 60 ટકા રકમ ચૂકવાઈ ગઈ છે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer