એક્સપ્રેસ ટ્રેનો માટે પસંદગીના સ્ટેશનો પર બાકિંગ શરૂ થયું

એક્સપ્રેસ ટ્રેનો માટે પસંદગીના સ્ટેશનો પર બાકિંગ શરૂ થયું
મુંબઈ, તા 22 : રેલવે મંત્રાલયે લીલી ઝંડી દાખવ્યા બાદ દેશમાં ઠપ થયેલી પ્રવાસી રેલ્વે સેવા બે મહિના બાદ ફરી શરૂ થશે. અૉનલાઇન ટિકિટ બાકિંગની સાથે મધ્ય અને પશ્ચિમ રેલવેના પસંદગીના સ્ટેશનો પર જ ટિકિટનું વેચાણ શરૂ કરાયું છે. સીએસએમટી, એલટીટી, દાદર, થાણે, ચર્ચગેટ જેવા સ્ટેશનોનો એમાં સમાવેશ થાય છે.  આગામી 1 જૂનથી દેશભરમાં 200 એક્સપ્રેસ ટ્રેનો દોડશે. આ ટ્રેનોનું અૉનલાઇન બાકિંગ ગઈ કાલે શરૂ થયા બાદ પ્રવાસીઓનો ધસારો થયો હતો. હવે પસંદગીના સ્ટેશનો પર પણ બાકિંગ શરૂ કરવામાં આવ્યું છે. 
મુંબઈમાં મર્યાદિત પ્રમાણમાં મધ્ય અને પશ્ચિમ રેલવેના સ્ટેશન પરના રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયા છે. હાલ જે સ્પેશિયલ રાજધાની અને બસો એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવે છે એનું જ બાકિંગ આ કાઉન્ટર પર થઈ રહ્યું છે.  સોશિયલ ડિસ્ટન્સિગના પાલન સાથે ટિકિટ લેવા આવનારી દરેક વ્યક્તિને છોડવામાં આવે છે. ઉપરાંત સિક્યોરિટી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં જે સ્ટેશનો પર કાઉન્ટ ખોલવામાં આવ્યા છે એમાં મધ્ય રેલવેના સીએસએમટી, એલટીટી, દાદર, થાણે, કલ્યાણ, પનવેલ અને બદલાપુરનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ અને વસઈ રોડ પર કાઉન્ટર ખોલવામાં આવ્યા છે. 
આગામી 1 જૂનથી દેશભરમાં 200 નોન-એસી ટ્રેનો સમયપત્રક મુજબ દોડાવાશે. એ માટે 21 મેના સવારે 10 વાગ્યાથી અૉનલાઇન બાકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે માત્ર થોડા કલાકોમાં જ ફુલ થઈ ગયું. રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટર પર સો ટ્રેનોના ટાઇમટેબલની જાહેરાત કરી હતી. 
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કોણાર્ક એક્સપ્રેસ, મહાનગરી એક્સપ્રેસ, ઉદ્યાન એક્સપ્રેસ, હુસેન સાગર એક્સપ્રેસ 1 જૂનથી ઉપડશે. મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસથી દરભંગા એક્સપ્રેસ, કામયાની એક્સપ્રેસ, નેત્રાવતી એક્સપ્રેસ તો બાન્દ્રા ટર્મિનસથી સૂર્યનગરી એક્સપ્રેસ, અવધ એક્સપ્રેસ ટ્રેન છોડવામાં આવશે. 
પીઆઇબીની વેબસાઇટ પર 100 ટ્રેનની યાદી જાહેર કરવામાં આવી છે. આ સિવાયની તમામ મેલ-એક્સપ્રેસ, પેસેન્જર અને ઉપનગરની ટ્રેન સેવા નવા આદેશ સુધી બંધ રહેશે.  
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer