મુંબઈમાં 1751 તો મહારાષ્ટ્રમાં 2940 દરદી વધ્યા

મુંબઈમાં 1751 તો મહારાષ્ટ્રમાં 2940 દરદી વધ્યા
મુંબઈ, તા. 22 : મુંબઈમાં શુક્રવારે કોરોનાના દરદીઓની સંખ્યા 1751 જેટલી વિક્રમી વૃદ્ધિ થઈ છે. આ સાથે મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યા 27,068 ઉપર પહોંચી છે. કોરોનાથી વધુ 27ના મૃત્યુ સાથે કુલ મરણાંક 909 થયો છે. કોરોનાના વધુ 329 દરદી સાજા થયા છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દરદીઓની સંખ્યા 7080 થઈ છે. કોરોનાની શંકાથી 780 જણાંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
મહારાષ્ટ્રમાં આજે કોરોના દરદીઓની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે. રાજ્યમાં 2940 દરદી ઉમેરાતા એક્ટિવ દરદીઓની સંખ્યા 30,474 થઈ છે. રાજ્યમાં કુલ દરદીઓની સંખ્યા 44,582 છે. કોરોનાના 857 દરદી સાજા થઈછે ઘરે ગયા છે. અત્યાર સુધીમાં 12,583 દરદી સાજા થયા છે. કોરોનાથી આજે વસઈ-વિરારમાં ત્રણ, તેમજ થાણે, કલ્યાણ-ડોમ્બીવલી અને પનવેલ પ્રત્યેકમાં એક દરદીનું મૃત્યુ થયું છે. 

Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer