આઇસીસીની નવી ગાઈડલાઇન્સ મુજબ રમવું ખેલાડીઓ માટે મુશ્કેલ : સંગકારા

આઇસીસીની નવી ગાઈડલાઇન્સ મુજબ રમવું ખેલાડીઓ માટે મુશ્કેલ : સંગકારા
નવી દિલ્હી તા.31: શ્રીલંકાના પૂર્વ સુકાની કુમાર સંગકારાનું માનવું છે કે આઇસીસીના નવા નિયમો સાથે ક્રિકેટ રમવું અજીબોગરીબ છે, જો કે કોઇ વિકલ્પ નથી. કોરોના વાઇરસને ધ્યાને રાખીને આઇસીસીને નવી ગાઇડ લાઇન બહાર પાડી છે. જેનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. 
જે અંગે સંગકારા કહે છે કે મારું માનવું છે કે આઇસીસીના નવા દિશાનિર્દેશ ખેલાડીઓને રમતમાં બાધા પહોંચાડશે. તેમના માટે આ બધા નિયમો પાળવા મુશ્કેલ બની રહેશે. પરંતુ સ્વાસ્થ્ય સર્વોપરિ છે. આ માટે ધ્યાન રાખવું પડશે. સંગકારા હાલ મેરિલબોન ક્રિકેટ કલબ (એમસીસી)નો અધ્યક્ષ પણ છે. તેનું કહેવું છે કે આપણે ક્રિકેટ માટે ફરી એવું વાતાવરણ તૈયાર કરવું પડશે કે લોકોનો રસ પણ જળવાઇ રહે અને ખેલાડીઓ સ્વાસ્થ્ય સુરક્ષા સાથે મુકત રીતે રમી શકે.

Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer