યુએસ ઓપન માટે ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેનમાં લઇ આવવાની યોજના

યુએસ ઓપન માટે ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેનમાં લઇ આવવાની યોજના
ન્યૂ યોર્ક, તા. 31 : વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યૂએસ ઓપન નિર્ધારિત સમયે રમાડવાની આયોજકો તૈયારી કરી રહયા છે. આ માટે ખાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. જે અનુસાર આ ટૂર્નામેન્ટ રમવા આવનાર યૂરોપ, દ. અમેરિકા અને એશિયાના ખેલાડીઓને ચાર્ટર્ડ વિમાનમાં ન્યૂયોર્ક લઈ અવાશે. તમામ ખેલાડીઓનો યાત્રા પહેલા કોવિડ-19 ટેસ્ટ થશે. એ સિવાય રોજ તેમનું તાપમાન ચેક થશે. દર્શકો વિના મેચ રમાશે. કોર્ટ પર ખૂબ જ ઓછા અધિકારી અને બોલબોય હાજર રહેશે. ખેલાડીઓને લોકર રૂમ બંધ રહેશે. આ મામલે અમેરિકી ટેનિસ સંઘના  મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટ્રેસી એલેસ્ટર કહે છે કે હાલ ફકત આ બધું વિચારાધીન છે. કોઇ ફેંસલો લેવાયો નથી. યૂએસ ઓપનનો મુખ્ય ડ્રો 31 ઓગસ્ટથી શરૂ થશે. કોરોના મહામારીને લીધે હાલ વિમ્બલ્ડન અને ફ્રેંચ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે સ્થગિત થઇ ગઇ છે.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer