તમે જુઓ છો એ બધી જ મૅચો ફિકસ્ડ હોય છે

તમે જુઓ છો એ બધી જ મૅચો ફિકસ્ડ હોય છે
સટ્ટાબાજ સંજીવ ચાવલાનો ધડાકો
નવી દિલ્હી તા.31:  લંડન સ્થિત ક્રિકેટ સટ્ટેબાજ સંજીવ ચાવલા હાલ દિલ્હી પોલીસના કબજામાં છે. જેના પર અનેક ખેલાડીઓને ફિકસીંગમાં ફસાવવાનો આરોપ છે એ સંજીવ ચાવલાએ વધુ એકવાર સનસનીખેજ ખુલાસો કર્યોં છે. આ સટ્ટેબાજ કહે છે કે એક પણ ક્રિકેટ મેચ નિષ્પક્ષ હોતો નથી. જે ક્રિકેટ મેચ તમે બધા ટીવી પર જોતા હો છો એ તમામ ફિક્સ હોય છે. તેમાં અન્ડરવર્લ્ડના માફિયાની ભાગીદારી હોય છે. જે ક્રિકેટના તમામ મેચને પ્રભાવિત કરે છે. સટ્ટેબાજ સંજીવ ચાવલાના મતે ક્રિકેટના મેચ ફિલ્મ જેવા હોય છે. જે ડાયરેકટર અનુસાર ચાલતા હોય છે. 
સંજીવ ચાવલાએ એક મુલાકાતમાં એમ પણ કહ્યંy કે તે ફિકસીંગ વિશે જાહેરમાં વધુ વિગત આપી શકે તેમ નથી. કારણ કે તેમાં અન્ડરવર્લ્ડના અનેક માફિયા જોડાયા છે. આથી તેના જીવનું જોખમ છે. જો કાંઇ બોલીશ તો તેઓ મને મારી નાંખશે. તેનું એવું પણ કહેવું છે કે આઇપીએલ ફકત ફિકસીંગ માટે રમાડવામાં આવે છે.
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વર્ષ 2000માં દિલ્હી પોલીસે 16 માર્ચ અને 20 માર્ચે રમાયેલા ભારત-આફ્રિકા વચ્ચેના વન ડે મેચ ફિકસ કરવામાં માટે આફ્રિકાના પૂર્વ સુકાની (દિવંગત) હેન્સી ક્રોન્યે અને અન્ય પાંચ સામે ચાર્જશીટ દાખલ કર્યું હતું. જે માટે દિલ્હી પોલીસે હેન્સી ક્રોન્યે, સટ્ટેબાજ સંજીવ ચાવલા, મનમોહન ખટ્ટર, દિલ્હીના રાજેશ કાલરા અને સુનિલ દારા ઉપરાંત ટી સિરિઝના કૃષ્ણકુમારને આરોપી બનાવ્યા હતા. એ ઘટના બાદ દિલ્હી પોલીસ સંજીવ ચાવલાને લંડનથી ભારત લાવવાના પ્રયાસમાં હતી.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer