નિરજ ચોપરા પણ ખેલરત્ન સન્માનની રેસમાં

નિરજ ચોપરા પણ ખેલરત્ન સન્માનની રેસમાં
ખેલરત્ન સન્માન માટે રોહિતની સાથે રેસમાં ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા પણ છે. ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને નિરજ ચોપરાનું નામ ખેલરત્ન એવોર્ડ માટે નોમીનેટ કર્યું છે. નિરજ ચોપરાનું નામ ગયા વર્ષે પણ એ એવોર્ડ માટે મુકાયું હતું. નિરજ ચોપરા દેશનો ટોચનો જેવેલિયન થ્રોઅર છે. તે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલીફાઇ કરી ચૂક્યો છે. તેના નામે કોમનવેલ્થ અને એશિયા ગેમ્સમાં ગોલ્ડ મેડલ છે. ગત સિઝનમાં તે કોણીની ઇજાને લીધે મેદાનની બહાર હતો. આ પછી વાપસી કરીને તેણે છેલ્લે દ. આફ્રિકાની એથ્લેટ સ્પર્ધામાં 87.86 મીટરનો થ્રો કરીને ઓલિમ્પિકની ટિકિટ બૂક કરાવી હતી. મહિલા દોડવીર દૂતી ચંદ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થઈ છે.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer