રોહિત શર્મા ખેલરત્ન એવોર્ડ માટે નોમિનેટ ઇશાંત, શિખર અને મહિલા ક્રિકેટર

રોહિત શર્મા ખેલરત્ન એવોર્ડ માટે નોમિનેટ ઇશાંત, શિખર અને મહિલા ક્રિકેટર
દીપ્તિ શર્મા અર્જુન એવોર્ડ માટે નામાંકિત
મુંબઈ, તા.31: બીસીસીઆઇ દ્વારા ટીમ ઇન્ડિયાના લીમીટેડ ઓવર્સના વાઇસ કેપ્ટન રોહિત શર્માનું નામ દેશના સર્વોચ્ચ રમત - ગમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલય તરફથી 1 જાન્યુઆરી 2016થી 31 ડિસેમ્બર 2019 દરમિયાનનાં પ્રદર્શનના આધારે જુદા જુદા ખેલ સંગઠનો પાસે નામ માંગવામાં આવ્યાં છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ખેલરત્ન સન્માન અત્યાર સુધી ફકત ત્રણ ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલીને પ્રાપ્ત થયા છે. હવે આ વર્ષે ખેલરત્ન સન્માનની દોડમાં રોહિત શર્મા સામેલ થયો છે.
રોહિત શર્મા વ્હાઇટ બોલ ક્રિકેટનો દુનિયાનો બેસ્ટ બેટ્સમેન ગણાય છે. તે 2019માં આઇસીસીનો વન ડે ક્રિકેટર ઓફ ધ યર બન્યો હતો. તેણે ગત વર્લ્ડ કપમાં પાંચ સદીનો રેકોર્ડ બનાવ્યો હતો.  બીસીસીઆઇ દ્વારા અર્જુન એવોર્ડ માટે અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા, ડાબોડી બેટધર શિખર ધવન અને મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માના નામની ખેલ મંત્રાલય સમક્ષ ભલામણ થઈ છે. 
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer