મહારાષ્ટ્રના વધુ 91 પોલીસોને કોરોના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : છેલ્લાં 24 કલાકમાં રાજ્ય પોલીસ દળમાં 91 પોલીસોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધી મુંબઈના 16 પોલીસો સહિત રાજ્યમાં 26 પોલીસોના મૃત્યુ થયા છે.
મુંબઈ પોલીસમાં કોરોનાનું પ્રમાણ સૌથી વધુ હોવાથી મુંબઈમાં વરલી ખાતે માત્ર પોલીસો માટે 100 બેડનું કોરોના સેન્ટર ઊભું કરાયું છે. વરલી વિસ્તારમાં અનેક પોલીસો રહે છે અને એ વિસ્તારના ઘણ પોલીસોને કોરોના થયો છે.

Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer