શરાબના વેંચાણથી રાજ્યની તિજોરીમાં આવ્યા 750 કરોડ

મુંબઈ,તા.31: મે મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન શરાબના વેંચાણને છૂટ આપવામાં આવી એ બાદ શરાબના વેંચાણે કરવેરા પેટે રાજ્ય સરકારને 750 કરોડ રૂપિયા જેવી જંગી રકમ કમાવી આપી છે. 
 એક્સાઈઝ ડ્યુટી અને વૅલ્યુ એડેડ ટેક્સ(વૅટ) પેટે આ આવક થઈ છે, જેમાં 450 કરોડ રૂપયા એક્સાઈઝના છે. 
 શરાબની દરેક બોટલ પર 72 ટકા જેટલી એક્સાઈઝ ડ્યુટી અને વૅટ લાગે છે, જે દેશમાં સૌથી વધુ દર છે.

Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer