કૉન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના નવા હોદ્દારો ચૂંટાયા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ,તા.31: ભારત ભરના 31 રાજ્યોમાં સુમારે 5000 વેપારી સંગઠનો અને કરોડો વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા કૉન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(કેઈટ)ના હોદ્દારોની ચૂંટણી તાજેતરમાં વિડીયો કૉન્ફરન્સ દ્વારા યોજાઈ હતી.જેમાં બોમ્બે મુડીબજાર કરિયાણા મરચન્ટસ એસોસીયેશનના ચેરમેન અને નવી મુંબઈ મરચન્ટસ ચેમ્બરના ચેરમેન કીર્તિભાઈ રાણા રાષ્ટ્રીય સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ તરીકે બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે.  
રાષ્ટ્રીય ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ શાહ, અધ્યક્ષ બી સી ભરતીયા, મહામંત્રી પ્રવિણ ખંડેલવાલ, અન્ય રાષ્ટ્રીય સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ બ્રીજ મોહન અગ્રવાલ , લલિત ગાંધી, સુમિત અગ્રવાલ વગેરે બધા બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે,એમ રાણાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું. આ હોદેદારોની મુદત 2020થી 2022 સુધીની છે.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer