પરેલ ચા રાજાની ઉંચાઈ આ વર્ષે માત્ર ત્રણ ફૂટની

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : કોરોનાના પ્રકોપની અસર આ વર્ષે ગણેશોત્સવ પર પડવાની છે. પરેલ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આ વર્ષે ગણેશ મૂર્તિની ઉંચાઈ 23 ફૂટને બદલે ત્રણ ફૂટની રાખવાનો ફેંસલો કર્યો છે. ગણપતિનું વિસર્જન પણ સમુદ્ર નહીં પણ કુત્રિમ તળાવમાં આ વખતે કરવામાં આવશે. એ ઉપરાંત આસપાસના લોકો પાસે ફંડફાળો ન લેવાનો પણ નિર્ણય કરાયો છે.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer