કેઈએમમાંથી 70 વર્ષનો કોરોનાનો પેશન્ટ ગાયબ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : કેઈએમ હોસ્પિટલમાંથી 70 વર્ષના કોરોનાના એક દરદી લાપત્તા થઈ ગયા છે અને તેમનો પત્તો મળતો નથી. આ પેશન્ટને 14 મેના હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. 18 મેના રોજ હોસ્પિટલે પેશન્ટના જમાઈને ફોન કર્યો હતો કે તમારા સસરાની તબિયત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. બીજા દિવસે જમાઈએ સસરાની તબિયત જાણવા હોસ્પિટલમાં ફોન કરતા તેમને કહેવામાં આવ્યું હતું કે તમારા સસરાનો પત્તો મળતો નથી. છેલ્લાં દસ દિવસથી પોલીસ પણ પેશન્ટને શોધી રહી છે, પણ હજી સુધી કોઈ સગડ મળ્યા નથી.

Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer