ઓનલાઈન જાતીય કનડગતના કિસ્સા વધ્યા

મુંબઈ, તા. 31 : કસમયે ફોન, વિડીયો કોલની બિનજરૂરી વિનંતી, જાતિ આધારિત ટીપ્પણી અને અસભ્ય ભાષા વગેરે વર્ચ્યુલ મિટિંગમાં વગેરેનો ઉપયોગ થાય છે. લોકડાઉન વખતે આ પ્રકારના જાતીય કનડગતની ફરિયાદો મળતાં ઓર્ગેનાઈઝેશન માટે વીંછીનો નવો દાબડો ખોલી દીધો છે.  
પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્કપ્લેસના વકીલો અને ફર્મ કહે છે કે આશા તો એવી હતી કે લોકડાઉન દરમ્યાન આવા કેસો ઘટી જશે, પરંતુ એવું પ્રતીત થાય છે કે કંપનીઓએ કર્મચારીઓને આવી સંવેદનશીલ બાબત અંગે જોઈએ એટલા જાગૃત કર્યા નથી.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer