કોરાનાને લીધે ઘાટકોપરના પરિવારના માથે થઈ ગયું નવ લાખ રૂપિયાનું દેવું

થાણેની ખાનગી હૉસ્પિટલે તોતિંગ બિલ પકડાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.31 : ખાનગી હૉસ્પિટલનો કોરોનાનો ઈલાજ કેટલો મોંઘો છે એ વાત ઉજાગર કરતો કિસ્સો ઘાટકોપરમાં બન્યો છે. ઘાટકોપરના એક રીયલ એસ્ટેટ એજન્ટ અને તેનં કુટુંબ કોરોનામાંથી તો સાજુ થઈ ગયું પરંતુ તેમના પર નવ લાખ રૂપિયાનુ દેવું થઈ ગયું છે.
આ ફેમિલીને થાણેની ખાનગી હૉસ્પિટલે 18 લાખ રૂપિયાનુ બિલ પકડાવ્યું હતું. ફેમિલી પાસે નવ લાખ રૂપિયાનો મેડીકલ વીમો હતો અને તેને બાકીના નાણા ઉધાર પર લઈને ભરવા પડ્યા છે. અસલ્ફાના 39 વર્ષના રીયલ એસ્ટેટ એજન્ટને જરૂરતમંદને ફૂડ પેકેટ આપતી વખતે કોરોનાનો ચેપ લાગ્યો હતો.
ચેપ તેની 65 વષર્ની માતા, વાઈફ, છ વર્ષની પુત્રી, ભાભી, ભાભીના પુત્ર, બહેન અને ભત્રીજાને લાગ્યો હતો. આ બધા લોકડાઉનમા તેની સાથે રહેતા હતા. તેના અને તેની વાઈફ સિવાય બીજાને કોઈ લક્ષણો નહોતા. એજન્ટે કહ્યું હતું કે મને ભૂખ ન લાગવા અને થાકી જવા જેવા કોરોનાના લક્ષણો હતા. મેં મારી રીટેસ્ટ કરાવી તો એ પોઝિટિવ આવી. દરેક ટેસ્ટના તેણે સાડાચાર હજાર રૂપિયા ખર્ચ્યા હતા. આખું કુટુંબ થાણેની હૉસ્પિટલમાં દાખલ થયું હતું, કારણ કે તેમને મુંબઈની ખાનગી હૉસ્પિટલમાં જ્ગ્યા મળી નહોતી. અમે સરકારી હૉસિપ્ટલમાં દાખલ થવા માગતા નહોતા. અમે સાથે રહેવા માગતા હતા. મેં હૉસ્પિટલમાં દરેક મેમ્બરની ડિપોઝીટ તરીકે 50,000 રૂપિયા ચૂકવ્યા હતા. 11મા દિવસે તેમના ચાર કુટંબીજનોનો ટેસ્ટ નેગેટિવ આવતા તેમને રજા અપાઈ હતી.ત્યારે મેં હૉસ્પિટલને ત્રણ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીના સભ્યોના ટેસ્ટ 17મા દિવસે પણ પોઝિટિવ આવ્યા હતા. મેં બે લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા અને બાકીના નવ લખ રૂપિયાની મેડિક્લેમ પોલીસીમાથી એડજસ્ટ કર્યા.
અમે પાલિકાની હોટેલમાં જતા રહ્યા હતા જેથી અમારે ફક્ત  ભાડું ચૂકવવું પડે. અમને ત્યાં સાત દિવસ પછી રજા મળી હતી. હૉસ્પિટલે દવા માટે એક જણના 70,000 રૂપિયા લીધા હતા અને દરેક જણ પાસથી પીપીઈ કિટના 18,000 રૂપિયા લીધા હતા. મારે મારા ઓળખીતા પાસેથી નાણા ઉછીના લેવા પડ્યા હતા. અમને નાણા પાછા આપવામાં ભરપુર સમય જશે. વચમાં અસલ્ફામાં આગ લાગતાં મને નુકાસન થયું હતું. મારે હવે ઉધારીના પૈસા આપવા દાગીના વેચવ પડશે. મને કોરોનામાંથી સાજા થવાનો કોઈ આનંદ નથી.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer