અમિતાભ બચ્ચન હવે પરપ્રાંતીય મજૂરોનો ટ્રેનનો ખર્ચ ઉપાડવા પણ તૈયાર

અમિતાભ બચ્ચન હવે પરપ્રાંતીય મજૂરોનો ટ્રેનનો ખર્ચ ઉપાડવા પણ તૈયાર
મુંબઈ, તા. 31 : પરપ્રાંતી શ્રમીકોને 10 બસ વડે ઉત્તર પ્રદેશ મોકલ્યા બાદ બોલિવુડ મેગાસ્ટાર અમીતાભ બચ્ચેન  શ્રમીકોને  ટ્રેન વડે યુપી મોકલવાની ઓફર કરી છે. શુક્રવારે દસ બસ લખનઊ, અલ્લાહાબાદ, ગોરખપુર, બસ્તી અને ભદોઈ જવા રવાના થઈ હતી. એબી કોર્પ. લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવે હ્યું હતું કે અમે શ્રમીકોને ઉત્તર પ્રદેશ કે બિહાર લઈ જવા ટ્રેનના નાણા ચુકવવા તૈયાર છીએ. અમે 1200 શ્રમીકોના નાણા ચુકવીશું. અમે શ્રમીકોને સ્ટેશન પર લઈ જવા, તેમને ટ્રેનમાં ફૂડ અને પાણી આપવાની વ્યવથા કરવા તૈયાર છીએ. અમીતાભ પોતે શ્રમીકોનું  દુખ ઓછુ કરવા અને રાહત આપવામાં અંગત રસ લઈ રહ્યા છે. 22 માર્ચથી અમે હાજી અલી અને માહિમ દરગાહ સાથે મળીને 4500 ફૂડ પેકેટ આરબ ગલી, માહિમ, હાજીઅલી દરગાહ અને ધારાવીમાં મોકલ્યા છે. અમે સ્લમમાં 500 મિલ્ક પેકેટનું વિતરણ કર્યું છે. 
હાજીઅલી દરગાહ અમે માહીમ દરગાહના સબિર સૈયદેકહ્યું હતું કે અમે 10,000 રેશન કિટ, 20,000 પીપીઈ કિટ, માસ્ક, સેનિટાઈઝર અને ગ્લોઝ હૉસિપ્ટલો, સ્મશાનગૃહો અને કબ્રસ્થાનોને આપ્યા છે. આના નાણા અમીતાભે આપ્યા છે અને અમે સામગ્રી પહોચાડવામાં અમીતાભને મદદ કરી છે.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer