મુંબઈમાં 1244 નવા દરદી ઉમેરાયા

મુંબઈમાં 1244 નવા દરદી ઉમેરાયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : મુંબઈમાં કોરોનાના રવિવારે 1244 સહિત મહારાષ્ટ્રમાં કુલ 2478 દરદીઓ વધ્યા છે. મુંબઈમાં કોરોનાથી 52 જણાના મૃત્યુ થતાં કુલ મરણાંક 1279 થયો છે. કોરોનાથી શંકાથી મુંબઈમાં 826 યણાંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાથી 430 દરદીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે મુંબઈમાં સાજા થયેલા કુલ દરદીઓની સંખ્યા 16,794 થઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે રવિવારે 89 જણાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં 1248 દરદીઓ સાજા થઈને ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં 29,329 દરદીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એકટીવ દરદીઓની સંખ્યા 36,039 ઉપર પહોંચી છે.
નવી મુંબઈમાં નવ, થાણેમાં પાંચ અને કલ્યાણ - ડોમ્બીવલીમાં ચાર, જણાંના મરણ નીપજ્યાં છે.
મુંબઈમાં ધારાવીમાં આજે 38, માહિમમમાં 23 અને દાદરમાં દસ નવા કેસ મળ્યા છે. આ સાથે ધારાવીના કુલ કેસની સંખ્યા 1771 ઉપર પહોંચી છે. ધારાવીમાં કોરોનાએ અત્યાર સુધીમાં 71 જણાંનો ભોગ લીધો છે. ઘાટકોપરમાં કોરોનાના આજે વધુ 98 કેસ મળ્યા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1714 ઉપર પહોંચી છે. ઘાટકોપરમાં કોરોનાથી આજે છ જણાંના મૃત્યુ થયા છે.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer