મુમ્બ્રામાં ગર્ભવતી મહિલાને હૉસ્પિટલે એડ્મિટ ન કરી; રિક્ષામાં અંતિમ શ્વાસ લીધા

મુમ્બ્રામાં ગર્ભવતી મહિલાને હૉસ્પિટલે એડ્મિટ ન કરી; રિક્ષામાં અંતિમ શ્વાસ લીધા
અમારા પ્રતિનિધિ તરફથી
મુમ્બ્રા, તા 31 : કોરોના વાઇરસની મહામારી દરમ્યાન થાણેની ત્રણ હોસ્પિટલોએ બે મહિલાઓને પાછી મોકલ્યા બાદ એક ગર્ભવતિ મહિલાનું રિક્ષામાં મૃત્યુ થયું હોવાનું એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.  
26 મેના અસ્મા મેહદી (26) નામની સગર્ભા મહિલાને બે હોસ્પિટલે પાછી મોકલતા એ જે રિક્ષામાં આવી હતી એમાં બેઠા બાદ મૃત્યુ થયું હતું. જ્યારે 25 મેના મેહક ખાન (22) નામની મહિલાને એક અન્ય હોસ્પિટલે દાખલ કરવાની ના પાડી હતી એમ અધિકારીએ જણાવ્યું. 
મુંબ્રા પોલીસે ત્રણેય હોસ્પિટલ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. મહાપાલિકાએ ત્રણેય હોસ્પિટલને સીલ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer