લૉકડાઉન પછી ઓફિસોમાં કઈ રીતે બેસવું, કેમ સલામત રહેવું? આર્કિટેક્ટ સૂચવે છે ઉપાય

લૉકડાઉન પછી ઓફિસોમાં કઈ રીતે બેસવું, કેમ સલામત રહેવું? આર્કિટેક્ટ સૂચવે છે ઉપાય
અમારા પ્રતિનિધિ તરફથી
મુબઈ, તા. 31 : લૉકડાઉન પછી ભરચક ઓફિસોમાં કર્મચારીઓ એક બીજાની નજીક કેમ બેસી શકશે?કોમન એરિયામાં એકઠા કેમ થવું? કેફેટેરિયા કે કેન્ટીનમાં લંચ કેમ લેવું? વિવિધ કંપનીઓ આ બધું વિચારી રહી છે ત્યારે મુંબઈનાં બે આર્કિટેક્ટ આ બધા સવાલોના ઉકેલ માટે એક ઓપન સોર્સ હેન્ડબુક તૈયાર કરી છે જેમાં ઓફિસોમાં લૉકડાઉન પછી પરવડે અને સહેલાઈથી કરી શકાય એવા ફેરફાર સૂચવવામાં આવ્યાં છે. 
બ્લૅન્ક સ્લેટ નામની આર્કિટેકચરલ કંપનીના સહ સ્થાપકોએ સલામત વર્ક પ્લેસ માટેની હેન્ડબુક તૈયાર કરી છે. જેમાં પ્રવેશદ્વાર,લોબી, વર્ક સ્ટેશન, કૉન્ફરન્સ રૂમ, કૅબીનો, ડાઈનીંગએરિયા અને રેસ્ટરૂમમાં કયા કયા ફેરફાર કરવા એ 
દર્શાવ્યું છે.  
બ્લૅન્ક સ્લેટનાં પ્રિન્સીપલ આર્કિટેક્ટ અને સ્થાપક બિના ભાટિયાએ કહ્યું હતું કે અમે બે પ્રકારનાં ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો છે. એક ડિઝાઈન આધારિત અને બીજો પ્રોબલેમ આધરિત જેમાં અમે ઓફિસોની ગીચતાનો વિચાર કરી અને ઓફિસના અલગ અલગ સમયનો ઉકેલ સૂચવ્યો છે.  
સહ સ્થાપક પ્રતિક દૌલતે કહ્યું હતું કે સોશિયલ ડીસ્ટંસીંગ જળવાઈ રહે એ માટે સરળ ઉપાયો સૂચવ્યાં છે. 
દરેક કર્મચારી માટે ખુરશી અને ટેબલ આરક્ષિત કરવી, વૈકલ્પિક ડેસ્ક નહીં વાપરવી અથવા ડેસ્કને પેનલથી વિભાજિત કરવી,પગથી ઓપરેટ થાય એવાં સેનીટાઈઝર મૂકવાં , ઓટોમેટીક દરવાજા મૂકવા , પ્રવેશદ્વાર પાસે ઓટોમેટીક દરવાજા મૂકવા, ફેસિયલ રીકોગ્નિશન સીસ્ટમ બેસાડવા જેવા ઉપાય આ હેન્ડબુકમાં સૂચવવામાં આવ્યાં છે.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer