મુગ્ધા ચાપેકરે ગાયકીની પોતાની જૂની પ્રતિભા ઉજાગર કરી

મુગ્ધા ચાપેકરે ગાયકીની પોતાની જૂની પ્રતિભા ઉજાગર કરી
ઝી ટીવીના શો કુમકુમ ભાગ્ય છેલ્લા છ વર્ષથી દર્શકોને દિલમાં વસી ગયો છે. આ શોમાં  લૉકડાઉન અગાઉ રણબીર (ક્રિષ્ના કૌલ) પ્રાચી (મુગ્ધા ચાપેકર) માટેની લાગણીનો સ્વીકાર કરે છે. આ આશ્ચર્યજનક વળાંકને લીધે આગળ શું થશે તેની ઉત્તેજના વધી છે. લૉકડાઉન દરમિયાન દર્શકો એ વિચારો કરવા સાથે શઓના પુનરાગમનની આતુરતાથી રાહ જુએ છે. દરમિયાન કુમકુમ ભાગ્યના કલાકારો શ્રિતિ ઝા, મુગ્ધા ચાપેકર અને ક્રિષ્ના કૌલ સોશિયલ મિડિયા પર ચાહકો સાથે જોડાયેલા રહ્યા છે.   
શ્રિતિ લૉકડાઉનમાં પુસ્તકો વાંચીને સમય પસાર કરી રહી છે. જયારે મુગ્ધાએ સ્વાદિષ્ટ વ્યંજનો બનાવ્યા છે અને પોતાના ગાયકીના જૂના શોખને ફરી ઉજાગર કર્યો છે. મુગ્ધાએ જણાવ્યું હતું કે, મને નાનપણથી ગાયકીનો શોખ છે અને હું તે દિશામાં જ આગળ વધવા ઈચ્છતી હતી. આ માટે શાત્રીય ગાયકીની તાલીમ પણ લીધી હતી. પરંતુ અભ્યાસને લીધે એમાં બ્રેક આવ્યો. ત્યાર બાદ મેં અભિનય શીખવાનું શરૂ કર્યું અને થોડા વર્ષોમાં મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશી. જો કે, મેં ગાવાનું છોડયું નથી. ઘણા સારા ગાયકોએ મારા સ્વરને સાંભળીને મારે ફરી ગાયકીના ક્ષેત્રમાં પ્રવેશવું જોઈએ એવી સલાહ પણ આપી છે. આથી હવે મેં તાલીમ લેવાનો નિર્ણય લીધો છે તથા મારી ગાયકીના વિડિયો પૉસ્ટ કરતી રહીશ.  
મુગ્ધાએ એક મરાઠી ગીતનો વિડિયો શૅર કર્યો છે અને બીજા વિડિયો જલ્દી અપલૉડ કરશે એવું વચન ચાહકોને આપ્યું છે.

Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer