`વર્લ્ડઝ ટફેસ્ટ રેસ : ઈકો - ચૅલેન્જ ફિજી''નું પ્રીમિયર એમેઝોન પ્રાઈમ પર

`વર્લ્ડઝ ટફેસ્ટ રેસ : ઈકો - ચૅલેન્જ ફિજી''નું પ્રીમિયર એમેઝોન પ્રાઈમ પર
ર્વલ્ડ્સ ટફેસ્ટ રેસ : ઈકો - ચૅલેન્જ ફિજીનું  પ્રીમિયર 14 ઓગસ્ટે એમેઝોન પ્રાઈમ પર થશે. દસ એપિસોડની આ સાહસિક સિરિઝના સંચાલક બેર ગ્રિલ્સ છે અને તેમાં 30 દેશની 66 ટીમે 11 દિવસ સુધી સતત ફિજીના જંગલ, સમુદ્ર કે પર્વતોને ખુંદયા છે. આ સ્પર્ધામાં કુલ 330 સ્પર્ધકોએ ભાગ લીધો છે. પાંચ-પાંચ જણની ટીમમાં ચાર સ્પર્ધક અને એક મદદનીશ ક્રૂ મેમ્બર છે. આ સ્પર્ધામાં એક ટીમની બીજી ટીમ સામે સ્પર્ધા નહોતી પરંતુ ફિજીની 671 કિલોમીટરના ભૂપ્રદેશ સાથેની સ્પર્ધા છે. આમાં દરેક સ્પર્ધકની શારીરિક, માનસિક અને સાહસિક ક્ષમતાઓની આકરી કસોટી થાય છે.   
ભારતમાંથી ટીમ ખુકુરી વૉરિયર્સ આ ઈકો ચેલેન્જમાં જોડાઈ છે. આ ટીમનું નેતૃત્વ તાશી મલિક અને નંગ્શી મલિક કરે છે. તેમની સાથે બ્રાન્ડન ફિશર, પરવીન સિંહ રંગાર, કર્નલ વી. એસ. મલિક જેવા પર્વતારોહક, સ્કીઇંગ અને રાફ્ટિગ નિષ્ણાત અને ડૉકટર છે. કર્નલ વી. એસ મલિક તાશી અને નાંગ્શીના પિતા છે. 
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer