આકાશ ચોપરાની ઓલ ટાઇમ આઇપીએલ ઇલેવનના સુકાનીપદે ધોની

આકાશ ચોપરાની ઓલ ટાઇમ આઇપીએલ ઇલેવનના સુકાનીપદે ધોની
નવી દિલ્હી, તા.29: પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન અને વર્તમાનમાં જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપરાએ તેની ઓલ ટાઇમ આઇપીએલ ઇલેવન પસંદ કરી છે. જેનું સુકાની તેણે મહેન્દ્રસિંહ ધોનીને સોંપ્યું છે. આઇપીએલના નિયમ અનુસાર આકાશ ચોપરાએ ઇલેવનમાં ચાર વિદેશી અને સાત ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે. તેણે ઓપનર તરીકે રોહિત શર્માના સાથીદાર તરીકે ક્રિસ ગેલના બદલે ડેવિડ વોર્નર પર પસંદગી ઉતારી છે. મધ્યક્રમમાં વિરાટ કોહલી, સુરેશ રૈના, એબી ડિ'વિલિયર્સ  અને સુકાની - વિકેટકીપર એમએસ ધોની છે. બે સ્પિનર તરીકે હરભજન અને સુનિલ નારાયણ અને ત્રણ ફાસ્ટ બોલર તરીકે મલિંગા, બુમરાહ અને ભુવનેશ્વર આકાશની આઇપીએલ ઇલેવનમાં છે.
આકાશ ચોપરાની ઓલ ટાઇમ આઇપીએલ ઇલેવન: ડેવિડ વોર્નર, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, એબી ડિ'વિલિયર્સ, એમએસ ધોની (વિકેટકીપર - કેપ્ટન), હરભજનસિંઘ, સુનીલ નારાયણ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને લાસિથ મલિંગા.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer