અમ્પાયર નીતિન મેનન આઇસીસીની ઍલિટ પેનલમાં સામેલ

અમ્પાયર નીતિન મેનન આઇસીસીની ઍલિટ પેનલમાં સામેલ
દુબઈ, તા.29: ભારતના યુવા અમ્પાયર નીતિન મેનનની 2020-21ની સિઝન માટે આઇસીસીના અમ્પાયરોની એલિટ પેનલમાં સમાવેશ કરાયો છે. તેમની નિયુક્તિ ઇંગ્લેન્ડના નાઇજેલ લોંગનાં સ્થાને થઈ છે. 36 વર્ષીય નીતિન મેનન 3 ટેસ્ટ, 24 વન ડે મેચ અને 16 ટી-20 મેચમાં અમ્પાયરિંગનો અનુભવ ધરાવે છે. તેઓ આ સૂચિમાં જગ્યા મેળવનાર શ્રીનિવાસન વૈંકટરાઘવન અને સંદરમ રવિ બાદના ત્રીજા ભારતીય અમ્પાયર છે. રવિને ગયા વર્ષે એલિટ પેનલમાંથી દૂર કરાયા છે. આઇસીસીની પેનલ જ્યોફ એલરડાઇસ, સંજય માંજરેકર, રંજન મદગુલ્લે અને ડેવિડ બૂને નીતિન મેનની એલિટ પેનલમાં પસંદગી કરી છે.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer