કોરોના કાળમાં ક્રાઉડ ફન્ડિંગ માટે વૅબસાઇટ ખુલ્લી મુકાઇ

મુંબઈ, તા.29 : મદદ માટે હાથ લંબાવનારા દરેકમાં દેવ વસે છે, બધાંના બનતા સહયોગથી આપણે કોરોના સામેનો જંગ જીતશું એવો વિશ્વાસ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે કોરોનાના કટોકટી કાળમાં લોકોની મદદ માટે આગળ આવેલી સામાજિક સંસ્થાઓ તેમ જ ઉદ્યોગગૃહોનો આભાર માનતા વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ઠાકરેએ કોરોના સામેની લડાઇ માટે લોકોને તેમ જ ઉદ્યોગગૃહોને ઉદાર હાથે ફાળો આપવાની અપીલ કરી હતી અને ક્રાઉડ ફન્ડિંગ માટેની ખાસ https://milkar.ketto.org/covid19  વૅબસાઇટને ખુલ્લી મૂકી હતી. ઠાકરેએ કહ્યું હતું કે કોર્પોરેટ હાઉસો તેમ જ સામાજિક સંગઠનોએ સાથે આવીને આ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને તેમાં આવનારી રકમ ગરીબો અને વંચિતોને અન્ન પૂરવઠો પૂરો પાડવામાં વપરાશે. 
Published on: Tue, 30 Jun 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer