એક્સપ્રેસવે પર શરદ પવારના કાફલાનું વાહન પલટી મારી જતા કોન્સ્ટેબલને ઇજા

મુંબઈ, તા.29 : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર એનસીપીના અધ્યક્ષ શરદ પવારના કાફલાનું એક વાહન અચાનક પલટી મારી જતા તેમાં સવાર એક પોલીસ કોન્સ્ટેબલને નાની ઇજાઓ થઇ હતી, એમ પોલીસે આજે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે પવાર પુણેથી મુંબઈ તરફ આવી રહ્યા હતા ત્યારે એક્સપ્રેસવે પર લોનાવલા નજીક બ્રિટિશ કાળના અમૃતાંજન બ્રિજ નજીક કાફલાનું એક વાહન અચાનક પલટી મારી ગયું હતું. અકસ્માત થતાં પવાર પણ કાફલો રોકીને કારમાંતી ઉતર્યા હતા અને રાજ્યસભાના સભ્ય તરીકે તેમને મળેલી ખાસ સુરક્ષા દળના સભ્ય આ કોન્સ્ટેબલને હોસ્પિટલે મોકલવા સહિતની મદદ કરી હતી. પોલીસે તુરંત જ યોગ્ય વ્યવસ્થા કરીને અકસ્માતગ્રસ્ત વાહન હટાવ્યું હતું અને ટ્રાફિક રાબેતા મુબજ કરાયો હતો.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer