ખારમાં ખાલી કરાવાયેલી ત્રણ માળની જર્જરિત ઇમારત તૂટી પડી, જાનહાની નહીં

મુંબઈ, તા.29 : ખારમાં આજે ખાલી કરાવાયેલી ત્રણ માળની જર્જરિત બિલ્ડિંગનો કેટલોક ભાગ અચાનક તૂટી પડયો હતો, જો કે બિલ્ડિંગ કાલી કરાવાયેલી હોવાથી કોઇ જાનહાની નથી, એમ પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વહેલી પરોઢે સાડા ચાર વાગ્યે આ બિલ્ડિંગની સિડીઓ સહિતનો બહારનો કેટલોક ભાગ તૂટી પડતા સવારે થોડો સમય ટ્રાફિકમાં અડચણો આવી હતી. પોલીસે ટિવટ કરીને તેમ જ ઘટનાસ્થલે આડસો મુકીને એસવી રોડના ટ્રાફિકને ટર્નર રોડ તરફ વાળ્યો હતો.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer