સુરતમાં કોરોના બ્લાસ્ટ : નવા 217 કેસ નોંધાયા

સુરત તા. 29 : આજે સુરતમાં કોરોનાના 217 કેસ નોંધાયા છે. કોરોનાની ચેઇન તોડવા માટે બે દિવસ માર્કેટો બંધ રાખવાની અપીલ કરાયા બાદ માર્કેટો બંધ રહી હતી. જો કે, આમ છતાં કોરોનાની ચેઇન તોડી શકાઇ નથી. આજે પણ પાછલા દિવસોની સરખામણીએ વધુ કેસ નોંધાયા છે. શહેરમાં 185 અને જીલ્લામાં 32 કેસ સાથે કુલ 217 કેસ નોંધાયા છે.  
આજે હીરાઉદ્યોગનાં સંગઠન સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા ઉકાળા વિતરણ કાર્યક્રમ હાથ ધરાયા હતો. જેમાં એક લાખથી વધુ લોકોએ ઉકાળાનો લાભ હોવાનું એસોસીએશન જણાવે છે. આજે શહેરમાં કતારગામ વિસ્તારમાંથી 54 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કતારગામ વિસ્તારમાંથી કુલ 1175 કેસ નોંધાયા છે. આ સાથે વરાછા વિસ્તારમાંથી કેસ નોંધાવાની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વરાછા એ અને બી બન્નેમાંથી 26-26 કેસ નોંધાયા છે.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer