ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહરાવના શતાબ્દી વર્ષ નિમિત્તે સર્વપક્ષીય સમિતિ રચો : મિલિન્દ દેવરા

મુંબઈ, તા. 29 : કૉંગ્રેસના ટોચના નેતા અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહરાવના શતાબ્દી વર્ષ નિમિત્તે કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન મિલિન્દ દેવરાએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના શતાબ્દી વર્ષની ઉજવણી કરવા માટે સર્વપક્ષીય સમિતિ રચવામાં આવે એવી વિનંતી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને કરી છે.
મિલિન્દ દેવરાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નરસિંહરાવ મહારાષ્ટ્રમાંના રામટેક મતવિસ્તારમાંથી વર્ષ 1984 અને 1994 એમ બે વાર કૉંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ અસ્ખાલિયપણે મરાઠી ભાષા બોલી શકતા હતા. તેમની આર્થિક ઉદારીકરણની નીતિથી દેશને પુષ્કળ લાભ થયો છે, એમ દેવરાએ ઉમેર્યું હતું. મિલિન્દ દેવરા કેન્દ્રના ભૂતપૂર્વ પગધાન અને કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ છે.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer