રાજયમાં સતત ચોથા દિવસે 24 કલાકમાં 5000થી વધારે દર્દી મળ્યા

રાજયમાં સતત ચોથા દિવસે 24 કલાકમાં 5000થી વધારે દર્દી મળ્યા
મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાની મહામારીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત ચોથા દિવસે આજે પાંચ હજારથી વધારે નવા પૉઝિટિવ કેસ મળ્યા હતા. આજે  દેશમા ંટોચના સ્થાન ઁરહેલા મહારાષ્ટ્રમાં 5,257 નવા દર્દી મળ્યા હતા.અહીં ઉલ્લેખનીય છે કે ગઈ કાલે 5493 નવા કેસ મળ્યા હંતા. શનિવારે તો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ નોંધાયો હતો. શનિવારે  6,368ની ટેસ્ટ  પૉઝિટિવ આવી હતી.  મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા 1,69,883 થઈ ગઈ છે. . રાજ્યમાં આજે  181 દર્દીના આજે મૃત્યું નોંધાયા છે. જોકે આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો  કે આમાંથી 78 મૃત્યું છેલ્લા 48 કલાકના છે. અને બાકીના 103 મરણ અગાઉના સમયગાળાના છે. મરણાંક 7610 થયો છે. બીજા કારણસર 15નાં મોત થયા છે. રાજ્યમાં મૃત્યુંદર 4.48 ટકા થયો છે. રાજ્યમાં 73,298 સક્રિય દર્દી છે. આજે 2385 દર્દીને રજા  અપાઈ હતી. કુલ 88,960 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 52.37 ટકા છે. નવા પેશન્ટ કરતાં સાજા થનાર પેશન્ટની સંખ્યા વધારે છે એ એક સારો સંકેત છે. 
 કુલ 9,43,485 સેમ્પલ લેવામાં આવ્યા છે અને આમાંથી 1,69,883 સેમ્પલ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવ આવવાની ટકાવારી 18 ટકા છે. રાજ્યમાં 5,74,093 લોકો હોમ ક્વૉરેન્ટાઈન અને 37,758 લોકો ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરેન્ટાઈનમાં છે.  
આજે મુબઈમાં કોરોનાના 1247 નવા દર્દી મળતાં કુલ દર્દીની સંખ્યા 76,294 થઈ છે. આજે 21 દર્દીના મૃત્યું થયા હતા અને આને લીધે શહેરમાં મરણાંક 4,461નો થયો છે.  391 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. કુલ 43,545 દર્દી સાજા  થયા  છે. મુંબઈમાં રીકવરી રેટ 57 ટકા, 22થી 28 જૂનનો વૃદ્ધિદર 1.69 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 41 દિવસનો છે. મુંબઈમાં 28,288 સક્રિય દર્દી છે.
Published on: Tue, 30 Jun 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer