એન્જિનિયરિંગ ટેક્નોલોજીથી પ્રગતિશીલ ભારતનું નિર્માણ થશે : રાજ્યપાલ

એન્જિનિયરિંગ ટેક્નોલોજીથી પ્રગતિશીલ ભારતનું નિર્માણ થશે : રાજ્યપાલ
મુંબઈ, તા.29 : એન્જિનિયરો માત્ર ટેક્નોક્રેટ બનીને નહીં બેસી રહે પરંતુ એન્જિનિયરિંગ ટેક્નોલોજી અને બુદ્ધિમતાથી મજ બૂત અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ કરશે, એવો વિશ્વાસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ આજે વ્યક્ત કર્યો હતો. રાયગડના લોણેરાની ડૉ બાબાસાહેબ આંબેડકર  ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના 22માં (અૉનલાઇન) પદવીદાન સમારોહને સંબોધતા રાજ્યપાલે હાકલ કરી હતી કે એન્જિનિયરોએ માત્ર ટેક્નોક્રેટ બનીને બેસી રહેવાના બદલે ઉંચા ધ્યેય સાથે રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ કરવો જોઇએ. આ અૉનલાઇન પદવી સમારોહમાં રાજ્યપાલની સાથે હાયર એન્ડ ટેક્નીકલ એજ્યુકેશન વિભાગના પ્રધાન ઉદય સામંત પણ જોડાયા હતા.
Published on: Tue, 30 Jun 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer