ધર્મેન્દ્રના લોકપ્રિય ગીતો નવી ફિલ્મોમાં રજૂ કરાશે

ધર્મેન્દ્રના લોકપ્રિય ગીતો નવી ફિલ્મોમાં રજૂ કરાશે
વિતેલા જમાનાનો અભિનેતા ધર્મેન્દ્ર લૉકડાઉનમાં લોનાવાલાના ફાર્મહાઉસમાં  ઓર્ગેનિક શાકભાજી ઉગાડી રહ્યા છે, પોતાનું મનગમતું કામ કરતા ધર્મેન્દ્ર પોતાના બેનર વિજેયતા ફિલ્મ્સ સિવાયની અન્ય એક ફિલ્મને સ્વીકારવાની પણ તૈયારી કરી રહ્યા છે.   
ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, હું હાલમાં એક ફિલ્મ કરવાનું વિચારું છું જે મારા બેનર વિજયેતા ફિલ્મ્સની નથી. અત્યારે તો અને માટિંગ કે શાટિંગ કરી શકીએ એમ નથી. લૉકડાઉન પૂરું થયા બાદ બધું કામકાજ શરૂ થશે એમ લાગે છે.   
આ ઉપરાંત ધરમપાજી પોતાની કારકિર્દીના લોકપ્રિય કર્ણમધુર ગીતોને શબ્દશ: સંગ્રહી રહ્યા છે. આ વિશે તેમણે જણાવ્યું હતું કે, હુ રોમાન્ટિક વ્યક્તિ છું એ જગજાહેર છે. મેં મારી ફિલ્મોના તમામ કર્ણમધુર ગીતોને શબ્દશ: એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના ગીતોનું કામ પૂરું થઈ ગયું છે જે થોડા બાકી છે તે હું અહીં ફાર્મહાઉસમાં છું ત્યારે પૂરું થશે. મુંબઈ પરત આવ્યા બાદ આ ગીતોને નવી ફિલ્મોમાં નવેસરથી રજૂ કરવાના પ્રયાસો કરીશ. 
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer