હવે, `ડેટ ગોન રોંગ -ટુ''ની ક્વૉરન્ટાઈન એડિશન

હવે, `ડેટ ગોન રોંગ -ટુ''ની ક્વૉરન્ટાઈન એડિશન
ઈરોઝ ઈન્ટરનેશનલના ઓટીટી પ્લેટફોર્મ ઈરોઝ નાઉ ક્વિકી ટૂંકી ફિલ્મો અને વેબ સિરિઝ માટે જાણીતું છે. સાતમી જુલાઈએ તેના પર ડેટ ગોન રોંગની બીજી સિઝન સ્ટ્રીમ થશે. અભિષેક શર્મા અને ભક્તિ મણિયાર દ્વારા અભિનિત આ મિનિ સિરિઝના દિગ્દર્શક કરણ રાવલ છે.   ડેટ ગોન રોંગ -ટુમાં એક એપિસોડ લોકપ્રિય રૅપર અને તેના પ્રશંસકો વચ્ચેની મિજબાની હશે. જયારે બીજા એપિસોડમાં જુદાજુદા દેશની બે વ્યક્તિ વચ્ચે રોમાન્ટિક સ્વરથી શરૂ થયેલો સંવાદ હશે જે આગળ જતાં આશ્ચર્યકારક વળાંક લે છે. આ સીઝનામં વર્ચ્યુઅલ ડાટિંગના સારા અને માઠા પરિણામો રજૂ કરે છે.   
વર્તમાન ડાટિંગ એપ્લિકેશનને ધ્યાનમાં રાખીને લૉકડાઉન દરમિયાન પ્રેમની શોધ કરનારાઓને કેન્દ્રમાં રાખીને આ સિરિઝ બનાવાઈ છે. ઘરમાં શૂટ કરવામાં આવેલા આ એપિસોડ માત્ર ડાટિંગ એપ શો નથી પરંતુ તેમાં કલાકારોના ઉત્તમ પરફોર્મન્સ સાથે અણધાર્યા વળાંકો પણ છે.   
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer