ફિલ્મ માટે ગલવાન વૅલી ટાઈટલ નોંધાવાયું

ફિલ્મ માટે ગલવાન વૅલી ટાઈટલ નોંધાવાયું
રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ મેડ ઈન ચાઈના યાદ છે? આ ફિલ્મના બનાવનાર દિનેશ વિજાને હવે દૂરનું વિઝન રાખીને ભારત અને ચીનના ઘર્ષણ પર ફિલ્મ બનાવવા માટે ગલવાન વેલી શીર્ષક ઈન્ડિયન મોશન પિકચર્સ પ્રોડયુસર્સ એસોસિયેશનમાં (ઈમ્પા) નોંધાવ્યું છે.   
ચીને ભારતની સીમા પર 15 જૂને હુમલો કર્યો તેના બીજા જ દિવસે દિનેશે આ શીર્ષક મેળવવા માટે અરજી કરી હતી. સામાન્ય રીતે તમામ ફિલ્મના ટાઈટલ ઈમ્પા તથા ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડયુસર્સ કાઉન્સિલ, વેસ્ટ્રન ઈન્ડિયન ફિલ્મ પ્રોડયુસર્સ એસોસિયેશન અને ફિલ્મ પ્રોડયુસર્સ ગિલ્ડ પાસેથી આવે છે.   ઈમ્પાના સેક્રેટરી અનિલ નાગરથે જણાવ્યું હતું કે, હાલમાં અમને વિવિધ શીર્ષકો માટે અરજીઓ મળી છે. અમારી બેઠક યોજાશે ત્યાર બાદ અમે શીર્ષક આપવાનું શરૂ કરીશું.   
દિનેશે ફિલ્મ મેડ ઈન ચાઈના ફિલ્મની સિકવલ બનાવવા માટે ગલવાન વેલી શીર્ષક માગ્યું છે કે પછી તે સ્વતંત્ર પ્રોજેકટ તરીકે ફિલ્મ બનાવવાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. નોંધનીય છે કે હાલમાં 1962માં ચીન સાથએ થયેલા યુધ્ધ પર ઘણી ફિલ્મો બની રહી છે. સુશાંત સિંહ રાજપૂત પણ આવી જ એક ફિલ્મ રાઈફલનામા પર કામ કરતો હતો. આ જ વિષયની બીજી એક ફિલ્મ 72 અવર્સ છે. મહેશ માંજરેકર પણ આ જ વિષય પર અભય દેઓલને લઈને વેબ સિરિઝ બનાવી રહ્યા છે.   
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer